New Update
/connect-gujarat/media/media_files/2025/11/12/screenshot-165-2025-11-12-11-47-42.png)
ભરૂચ જિલ્લાના આમોદની ઢાઢર નદી પાસે અકસ્માત સર્જાયો હતો,જેમાં અજાણ્યો વાહન ચાલક એક યુવકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,સર્જાયેલા અકસ્માતમાં યુવકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદની ઢાઢર નદી પાસેથી રાજેશભાઈ પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન કોઈ અજાણ્યો વાહન ચાલકે તેમને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.સર્જાયેલા અકસ્માતમાં રાજેશભાઈને ઈજાઓ પહોંચતા તેમને 108ની મદદથી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા,ઘટના અંગેની જાણ તેમના પરિવારજનોને પણ કરવામાં આવતા તેઓએ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories