New Update
/connect-gujarat/media/media_files/2025/09/25/apotox-2025-09-25-12-41-22.jpg)
ભરૂચના વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ નોંધાવ્યો હતો.
છેલ્લા ત્રણ મહિના પહેલા ભરૂચના વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના બે જેટલા કામદારો છુટા કરી દેવામાં આવ્યા હતા.જેને પગલે અનેકવાર કંપની અને કોન્ટ્રાકટરને રજુઆત કરવા છતાં કામદારોને પરત નહીં લેવામાં આવતા કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારોએ કંપનીના ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો.જેને પગલે આગેવાન રજની વસાવા,નરેશ વસાવા,ઝાકીર ભગત,અને અન્ય આગેવાનો પણ કંપનીના ગેટ બહાર એકઠા થયા હતા.જ્યાં કોઈ અનિચ્છનીય બનવા નહીં બને તે માટે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને કામદારો અને આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરને આ અંગે જાણ થતાં તેઓએ આગેવાનો,કામદારો તેમજ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાકટર જશુ પટેલ સાથે વાતચીત કરી મામલો શાંત પાડી સમાધાન કરાવ્યું હતું.
Latest Stories