ભરૂચ: વાગરા પોલીસે 2 અલગ અલગ મામલામાં 9 ભંગાર ચોરની કરી ધરપકડ, રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વાગરા પોલીસે બે અલગ અલગ મામલામાં ચોરીના ભંગારના જથ્થા સાથે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચની વાગરા પોલીસને મળી સફળતા

ભંગાર ચોરીના 2 અલગ અલગ મામલા સામે આવ્યા

કુલ 9 આરોપીઓની ધરપકડ

રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

ONGCની વેલ પરથી પાઈપની કરી હતી ચોરી

વાગરા પોલીસે બે અલગ અલગ મામલામાં ચોરીના ભંગારના જથ્થા સાથે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચની વાગરા પોલીસના સ્ટાને માહિતી મળી હતી કે શંકાસ્પદ લોખંડના પાઇપ ભરેલ આઈશર ટેમ્પો મુલેર ગામ નજીકથી પસાર થવાનો છે. માહિતી મળતા જ પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ  હતી. માહિતી મુજબનો આઈશર ટેમ્પો આવતાજ પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી લોખંડની પાઇપો મળી આવી હતી. જેના આધાર પુરાવા માંગતા હાજર લોકો તે રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ આછોદ ગામના કુલ 07 આરોપીઓની અટકાયત કરી 3 લોકોનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. કે મુલેરથી દેનવા માર્ગ ઉપર આવેલ ONGCની વેલ નંબર 142 ઉપરથી રાત્રીના સમયે વેલ્ડીંગ કરેલ પાઇપને ગ્રાઈન્ડર કટર મશીનની મદદ વડે કાપી લોખંડના 46 નંગ પાઇપ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે 4,600 કિલોગ્રામની વજનના 46 નંગ લોખંડના પાઇપ,ટેમ્પો તેમજ અન્ય સામાન મળી રૂ.11.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક મામલામાં વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કેશવણ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે આરોપીઓને 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.પોલીસે 18,600 ની કિંમતના 620 કિલોગ્રામ લોખંડના પાઇપો તેમજ 4 લાખની કિંમતનો એક છોટા હાથી ટેમ્પો મળી રૂ.4.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલામાં સંડોવાયેલ આછોદ ગામના જાવેદ પટેલ અને આશિક પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories