New Update
/connect-gujarat/media/media_files/2025/03/21/2Uv33gJ42utgK7MYpSSx.jpg)
ભરૂચનીવાલિયા પોલીસ દ્વારા તાલુકાના કુલ 10 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં પાંચ તત્વોના વીજ કનેક્શન કાપી તેઓને રૂપિયા 56 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે
રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા અને એ.એસ.પી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર સહિત સ્ટાફ દ્વારા તાલુકાના કુલ 10 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં બુટલેગર સહિત અન્ય ગંભીર ગુનાના આરોપીઓની યાદી તૈયાર કરાય છે. આ ઉપરાંત પોલીસે 5 અસામાજિક તત્વોના મકાનના વીજ કનેક્શનની તપાસ કરી છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી.જેમાં 54 હજારથી વધુની ગેરરીતિ જણાઈ આવતા વીજ કંપનીના અધિકારીઓએ દંડ વસુલ કર્યો હતો.જ્યારે પોલીસે આ તમામ તત્વો સામે પગલાં ભર્યા હતા.