New Update
ભરૂચની આમોદ નગરપાલિકાનો બનાવ
સ્વરછતા અભિયાનના નામે કરાયો ભવાડો
જાતે કચરો ફેંકી કરવામાં આવી સાફ સફાઈ
ફોટો સેશન કરાયુ
કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
ભરૂચના આમોદમાં સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટોસેશન માટે કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે
ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને ભરૂચના આમોદમાં હાસ્યાસ્પદ બનાવવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે જાતે જ રોડ પર કચરો નખાવીને ફોટોશૂટ કરાવ્યુ હતું.સ્વચ્છતા કાર્યક્રમના નામે રોડ પર કચરો ફેંકી દેખાડો કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.કચરાની ગંદકીમાંથી લોકોનો ત્રાસ દૂર કરવાની જગ્યાએ, પોતાની છબી ચમકાવા માટે જાહેર માર્ગ પર કચરો નખાવીને ફોટોગ્રાફ્સ પડાવવામાં આવ્યા.
આ વીડિયો બહાર આવતા જ નગરજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.આ અંગે યુથ કોંગ્રેસનો કેતન મકવાણા ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સ્વચ્છતા અભિયાનનું મહત્વ હોય ત્યાં આમોદ નગરપાલિકા પ્રમુખે તેના ધજાગરા ઉડાવી નાખ્યા છે.એક તરફ આમોદ નગરમાં ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં પણ આવી જ રીતે સફાઈ ફોટો સેશન જ કરી રહ્યા છે.