ભરૂચ : વેંગણી ગામે પાણી વિહોણા ગ્રામજનોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ વાગરાના ધારાસભ્યએ શું કહ્યું..!

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

New Update
  • વાગરાના વેંગણી ગામમાં પાણી માટે આક્રોશ

  • સ્થાનિકો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો

  • ઘટના સ્થળે આવી લોકોને પોલીસે અટકાવ્યા

  • પાણીની સમસ્યાનો અંત લાવવાની માંગ ઉઠી

  • મેં ગામે-ગામ પાણી પહોંચાડ્યું : અરુણસિંહ રણા

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પોહોચેલી પોલીસે સ્થાનિકોને અટકાવી આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તો બીજી તરફ, આ મામલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકેપોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફગ્રામજનોના જણાવ્યા અનુસારઆ મામલે તાલુકા પંચાયતના સભ્યો અને ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા નથી. જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કેજો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફસમગ્ર મામલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે, "હું જાતિવાદમાં માનતો નથી. દહેજ વિસ્તારમાં એક સમય એમ પણ હતોજ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવીને સરકારી યોજના અંતર્ગત ગામે-ગામ પાઇપ લાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતીઅને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં જે રીતે પાઇપ લાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક બાબત છેઅને કાયદેસર કાર્યવાહીનો વિષય હોવાનું પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યુ હતું.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.