-
ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટાચૂંટણી
-
જંબુસર ન.પા.ની એક બેઠક
-
આછોદ જિલ્લા પંચાયત બેઠક
-
પંડવાઈ તાલુકા પંચાયત બેઠક
-
ત્રણેય બેઠકની ચૂંટણીમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ
ભરૂચ જિલ્લામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર આજર પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો
સમગ્ર રાજ્યમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી જંબુસર નગર સેવાસદનના વોર્ડ નંબર એક જિલ્લા પંચાયતની આછોદ બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ ત્રણેય બેઠક પર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની આછોદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં 34 હજાર જેટલા મતદારો નોંધાયેલાં છે.આછોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ પક્ષમાંથી મેલાભાઈ ભીમાભાઇ વસાવા અને કોંગ્રેસ પક્ષમાંથી સોમાભાઈ અંબાલાલ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે
જંબુસરમાં પાલિકાનાવોર્ડ નંબર -1ની એક બેઠકની ચૂંટણી માટે ચૂંટણી માટે ત્રણ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે 2353 સ્ત્રી અને 2425 પુરૂષ મળી કુલ 4783 મતદારો નોંધાયેલાં છે.જંબુસર નગરપાલિકામાં ભાજપમાંથી અમિષા વાઘેલા, કોંગ્રેસમાંથી વનિતા જાદવ અને આમ આદમી પાર્ટીમાંથી કિરણ માછીએ ઉમેદવારી નોંધાવી છે.
આ તરફ હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર પણ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ બેઠક પર 2400 જેટલા મતદારો નોંધાયેલા છે.પંડવાઈ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી મનીષ પટેલ તો કોંગ્રેસમાંથી ધવલ પટેલે ઉમેદવારી નોંધાવી છે.પંડવાઈ બેઠકના સભ્યએ રાજીનામું આપતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.આ બેઠક જીતવા અંગેનો દાવો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યો હતો