New Update
/connect-gujarat/media/media_files/2025/05/09/Bky3Wzda6yui2Y6TxcmX.jpg)
ભરૂચની વાલિયા પોલીસને બાતમી મળી હતી કે વાલીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા દોઢ મહીનાથી નાસતા ફરતા આરોપી સંદિપભાઈ મહેન્દ્રભાઇ વસાવા હાલ ડહેલી ગામના બસ સ્ટેશન પાસે હાજર છે.
તેવી બાતમી મળતા ટીમ સાથે ડહેલી ગામના બસ સ્ટેશન ખાતે જઇ કોર્ડન કરીને આરોપી સંદિપભાઇ ઉર્ફે બાબર વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો.સાથે તેના સહ આરોપીનુ નામ સરનામું આપતા આરોપી ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભુપો મગનભાઈ વસાવા રહે.તુણાની પણ ધરપકડ કરવામાં આવી હતી.બન્ને આરોપીઓ પ્રોહીબિશનના અનેક ગુનામાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે.