ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ
4 ઇંચ વરસાદ ખાબક્યો
કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો
વનખાડીના પાણી ફરી વળ્યા
પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું
ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.
માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.