ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ નદીમાં લગાવી મોતની છલાંગ, રેસ્ક્યુ બોટ દ્વારા શોધખોળ શરૂ કરાય

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ પરથી અવારનવાર આપઘાતના બનાવો બની રહ્યા છે.ત્યારે આજરોજ બપોરના સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં ઝપલાવ્યું

New Update
River Suicide
ભરૂચના નર્મદા મૈયા બ્રીજ ઉપરથી વધુ એક મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવતા મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ બોટ રવાના કરવામાં આવી હતી ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ પરથી અવારનવાર આપઘાતના બનાવો બની રહ્યા છે.ત્યારે આજરોજ બપોરના સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં ઝપલાવ્યું હતું.
Advertisment
Narmadamaiya Bridge Suicide
આ અંગેની જાણ થતા જ સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોએ નદીમાં મહિલાની શોધખોળ આદરી હતી.જો કે તે નદીના પાણીમાં ગરક થતા લાપત્તા બની હતી.બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.નજીકથી એક પર્સ મળી આવ્યું હતું જેમાંથી સુરતના મંડવીથી ભરૂચ સુધીની એસ.ટી.બસની ટીકીટ પણ મળી આવી હતી ત્યારે આ મહિલાની ઓળખ માટેના પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
Advertisment
Latest Stories