New Update
ભરૂચના આમોદ નગરનો બનાવ
નગરપાલિકા કચેરીએ મહિલાઓનો વિરોધ
કચેરી પર મચાવ્યો હલ્લો
ગંદકીના પ્રશ્નનું નિરાકરણ ન આવતા રોષ
નિયમિત સાફ સફાઈની માંગ
ભરૂચના આમોદ નગરમાં ગંદકીના પ્રશ્ને મહિલાઓએ નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો અને નિયમિત સાફ સફાઈની માંગ કરી હતી
ભરૂચના આમોદ નગરમાં ગંદકી બાબતે અનેકવાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ મુખ્ય ચાર રસ્તાથી તિલક મેદાન સુધીના વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓએ નગરપાલિકા કચેરી સામે મોરચો કાઢ્યો અને નગરપાલિકા હાય હાયના સૂત્રોચાર કર્યા હતા.મહિલાઓએ સીધા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી સામે આક્ષેપ મૂકતા જણાવ્યું કે ટેમ્પો અને કચરાની ગાડીઓ યોગ્ય સમયે નથી આવતી, તેમજ ઘણી રજૂઆતો બાદ પણ ઈન્સ્પેક્ટર તેમના રૂમમાં પંખા નીચે આરામ કરતા જોવા મળે છે.વોર્ડ નં. 2 સહિતના વિસ્તારોમાં અગાઉ પણ રજૂઆતો થઈ હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. મહિલાઓએ સફાઈ ઉપરાંત લાઈટ અને પાણીની સમસ્યા બાબતે પણ રજુઆત કરી હતી
Latest Stories