ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવની કામગીરીનો પ્રારંભ, આત્મહત્યાના બનાવો રોકવા પ્રયાસ

ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી હતી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ

  • રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી મંજૂરી

  • આત્મહત્યાના બનાવો રોકવા પ્રયાસ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે  બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ ઉઠી હતી.આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સેફટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.આ અગાઉ ટેસ્ટિંગ માટે થોડા ભાગમાં સેફટી નેટ લગાવવામાં આવી હતી.આ કામગીરી પૂર્ણ થતાં આપઘાતના વધતા બનાવો અટકાવવામાં સફળતા મળશે એવું લાગી રહ્યું છે.
Latest Stories