New Update
ભરૂચની સાયખા જીઆઇડીસીનો બનાવ
દત્તા હાઈડ્રો કેમ કંપનીમાં કામદાર ઉંચાઈ પરથી પટકાયો
કામદારનું ગંભીર ઇજાના પગલે મોત
પતરાના શેડ પરથી કામદાર નીચે પટકાયો હતો
વાગરા પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચની સાયખા જીઆઇડીસી માં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ દત્તા હાઇડ્રો કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પટરાના શેડ ઉપર પટરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન શેડ પર સેફટી બેલ્ટ લગાડવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્ર વસાવાનો પગ લપસી ગયો હતો. જેથી નીચેથી ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પી.એમ કરાવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી.ઉલ્લેખનીય છે, કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવાની ઘટના સામે આવી હતી. જેમાં વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત Uc Colours & Intermediates Pvt.Ltd નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો.
Latest Stories