New Update
-
ભરૂચના ઝઘડિયામાં આવેલી છે બિરલા સેન્ચુરી કંપની
-
કંપની ખોટમાં જતા લેવામાં આવ્યો નિર્ણય
-
કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી
-
કામદારોમાં જોવા મળ્યો રોષ
-
જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કંપનીના ગેટ પર આ અંગેની નોટિસ પણ લગાવવામાં આવી છે ત્યારે આજે સવારે કંપનીમાં ફરજ બજાવતા કામદારોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કોઈપણ જાતની જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા.
આ અંગે મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્ષટાઇલ લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી હતી.આથી કંપની તા.૨૬.૫.૨૩ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ વખતો વખત તા. ૩૦.૧૧.૨૪ સુધી લંબાવવામાં આવી હતી, આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ બહુમતી કામદારોએ લીધો છે.કંપની બંધ કરવા અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતા અને અન્ય સંબંધિત સરકારી ખાતાઓને આપવમાં આવી છે