New Update
ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન
પાંજરાપોળ ખાતે આયોજન કરાયું
વિશ્વ તુલસી દિવસની કરાય ઉજવણી
તુલસીના છોડનું વિતરણ કરાયુ
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિનામૂલ્યે તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ પાંજરાપોળ દ્વારા આજરોજ વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતર્ગત તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં “ગ્રીન ભરૂચના નિકુંજ ભટ્ટ તેમજ ચંપક મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચંપક મિસ્ત્રી દ્વારા “વંદેમાતરમ”નું સંપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું તેમજ શ્રીમદ્ ભગવદ ગીતાના ૧૨મા અને ૧૫મા અધ્યાયના પાઠનું વાંચન પણ કરવામાં આવ્યું હતું.આ અવસરે સિદ્ધનાથ નગર સોસાયટીમાંથી રોટલી એકત્ર કરી ગૌમાતાને પહોંચાડનાર ભૂદેવોનું સન્માન કરી ગૌસેવા અને માનવસેવાના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના સભ્ય પ્રવીણ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલ રાણા, તેમજ રાજેશ ચૌહાણ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
Latest Stories