New Update
/connect-gujarat/media/media_files/2024/10/18/3hWPBSEYe5lOlXF8VdG9.jpg)
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબુ કાર ચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આવેલ મહાવીર ટર્નિંગ પાસે સુરત પાર્સીંગની બેકાબુ કાર ચાલકે મોપેડ અને બાઈકને અડફેટે લીધા બાદ એંગલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને દ્વિચક્રી વાહનચાલકોને ઈજાઓ પહીંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અક્સમાત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.અકસ્માત સર્જનાર ચાલક ગેરેજ ઉપર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું અને તે વાહન ચેક કરવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ કારના કાચ પણ તોડી નાખ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી