New Update
-
અંકલેશ્વર-વાલિયા રોડનો બનાવ
-
કોસમડી ગામ નજીક સર્જાયો અકસ્માત
-
રખડતા પશુ સાથે બાઈક ચાલક ભટકાયો
-
બાઈક ચાલકને પહોંચી ગંભીર ઇજા
-
સારવાર અર્થે ખસેડાયો
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર રખડતા પશુઓને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. પશુ પાલકો પોતાના પશુઓને રઝળતા મૂકી દેતા હોવાથી તેઓની લાપરવાહીને કારણે અકસ્માતની ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે.ત્યારે આજરોજ એક બાઈક ચાલક અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રખડતા પશુ સાથે બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક સવારને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય કે છે કોસમડી ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓ પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Latest Stories