ભરૂચ: કલકત્તા રેપ વિથ મર્ડર કેસના ઘેરા પ્રત્યાઘાત,તબીબોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની કરી માંગ

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વીથ મર્ડરના બનાવના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો.ભરૂચના તબીબોએ જોડાય કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું

New Update

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વીથ મર્ડરના બનાવના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો.ભરૂચના તબીબોએ જોડાય કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વીથ મર્ડરનો બનાવ બન્યો છે જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેમાં ભરુચ આઈ.એમ.એ.ની ભરૂચ બ્રાન્ચ પણ જોડાઈ હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં આજે સવારે 6:00 વાગ્યાથી ઇમરજન્સી સેવા સિવાયની તમામ મેડિકલ સર્વિસ બંધ રાખવામાં આવી હતી તો સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોએ ભેગા મળીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટરના હોસ્પિટલ એરિયાને  સેફ ઝોન તરીકે જાહેર કરવામાં આવે, ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ જાહેર કરવામાં આવે અને હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
Latest Stories