ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમય

ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ અંકલેશ્વરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી

  • ઠેર ઠેર યોજાયા ધાર્મિક કાર્યક્રમો

  • રાત્રે 12 કલાકે પારણું ઝુલાવવામાં આવ્યું

  • ભગવાનનની આરતી ઉતારાય

  • મટકી ફોડના પણ કાર્યક્રમ યોજાયા

ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શ્રી સમસ્ત ગોપાલક સમાજના આયોજન હેઠળ  જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં આહીર સમાજના યુવા-યુવતીઓએ પરંપરાગત નૃત્ય કરી આનંદમય વાતાવરણ સર્જ્યું હતું.આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ મંદિરે પહોંચી હતી, જ્યાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ આરતી તથા રાસ-ગરબા સાથે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સમસ્ત ગોપાલક સમાજના જીણા ભરવાડ, આહીર સમાજના અગ્રણીઓ દિનેશ આહિર સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ તરફ ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં આવેલા શ્રીજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.રાત્રે બારના ટકોરે મંદિરના પટ ખોલતા જ શ્રંગાર કરાયેલા શ્રીજીના અદભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ભક્તિમય બની ગયું હતું.મંદિરમાં ભવ્ય શણગાર સાથે ઝાંખીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળલિલા રૂપનું પ્રદર્શને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે મધરાત સુધી ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં પણ ભડકોદ્રા સહિતના ગામોમાં  શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા. વિવિધ દેવાલય અને ભક્તોના નિવાસ્થાને શાસ્ત્રોકત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા બાદ રાત્રે 12ના ટકોરે ભગવાનના પુનઃ એક વાર પૃથ્વી પર અવતરણને વધારવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવી હતી.
Latest Stories