New Update
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો,તેમજ આચાર્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસરની ઉત્તર દિશાએ આશરે બે કિલોમીટરના અંતરે આવેલ ભાનુ ક્ષેત્ર હાલનું ભાણખેતર ગામ અતિ પ્રાચીન પ્રસિદ્ધ ક્ષેત્ર છે. કાલિકા ખંડમાં જંબુસરનું જે વર્ણન મળે છે.તેમાં ભાનુ ક્ષેત્રનું મહાત્મ્ય અનેરું છે. આ ભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ સૂર્યની આરાધના કરી હતી. સૂર્યની તેમની ઉપર કૃપા થવાથી આ ક્ષેત્રનું નામ ભાનુ ક્ષેત્રફળ નામ પડ્યું હતું.
આ ગામમાં મસાણી માતા મંદિર, રામજી મંદિર ,પૌરાણિક ગણપતિજી મંદિર, રામનાથ મહાદેવ મંદિર સહિત આચાર્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજી ની બેઠક પણ આવેલી છે.જ્યાં જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને વિદ્યાનગરમાં થયેલા કનકાભિષેક પછી જે પ્રથમ યાત્રા પ્રારંભ કરી કાવી તરફ જતા ભાનુ ક્ષેત્રમાં પધાર્યા અને શ્રીમદ્ ભાગવતજીનું પારાયણ કર્યું હતું. અને જાંબુ બ્રાહ્મણોને પોતાના અનુયાયી બનાવી સિદ્ધાંતોનો બોધપાઠ આપ્યો હતો.
આ ભાણખેતર ગામે વર્ષોથી લાભ પાંચમ નિમિત્તે દેવ મંદિરો સહિત બેઠકજી ખાતે અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી સાથે મેળો ભરાય છે.બપોર બાદ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારી દર્શન મહોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી અને મોડી સાંજ સુધી મેળાનો આનંદ માણ્યો હતો.
Latest Stories