New Update
ભરૂચમાં નાતાલના પર્વની ઉજવણી
હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરાય
દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય
એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવાય
નવા વર્ષની ઉજવણીનું કાઉન્ટ ડાઉન
ભરુચ જીલ્લામા વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ નાતાલનાં પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે. નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરુચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈસુના ગુણગાન ગયા હતા તો એકમેકને નાતાલનાં પર્વની શુભકામના પાઠવામાં આવી હતી.ભરૂચની એમિટી સ્કૂલ નજીક આવેલ ચર્ચ તો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાય પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી
અંકલેશ્વરમાં વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી.પ્રભુ ઈસુનો જન્મ થતાં જ ખ્રિસ્તી લોકોએ એકબીજાને મેરી ક્રિસ્મસ કરી શુભેચ્છા પાઠવી હતી તો સાથે વિશેષ પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું હતું