New Update
ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે કોંગ્રેસના નેતા અને મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશ્યલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ જાતે કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને અંકલેશ્વરના માર્ગો દર્શાવી રહ્યા છે.
મુમતાઝ પટેલે વીડિયોમાં જણાવ્યું હતું કે " ભાજપની નગરપાલિકા,ભાજપના ધારાસભ્ય,ભાજપના સાંસદ,ભાજપના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં ભાજપની સરકાર, આ છે ગુજરાત મોડલ, 5 કી.મી.નો રસ્તો પસાર કરવા અમે 1 કલાકથી આ રસ્તા પર છે, આ હાલત વરસાદના કારણે નથી પણ છેલ્લા ઘણા વર્ષથી આ પરિસ્થિતિ છે. અંકલેશ્વરના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે મુમતાઝ પટેલે વીડિયો શેર કરતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે