અંકલેશ્વર હાંસોટ તાલુકાની  27 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા શરૂ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

New Update
  • ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા

  • અંકલેશ્વર હાંસોટની 27 પંચાયતોની મતગણતરી

  • શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા શરૂ

  • વરસાદી માહોલ વચ્ચે મતગણતરી

  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.
પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય હતી ત્યારે અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતો અને હાંસોટ તાલુકાની 4 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાય હતી. વરસાદી માહોલ વચ્ચે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાની 23 ગ્રામપંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શહેરમાં આવેલ ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના 160 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી 150 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ તરફ હાંસોટ તાલુકાની 4 ગ્રામપંચાયતોની ચૂંટણીની પણ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી.
Latest Stories