New Update
સાર્વત્રિક વરસાદના પગલે નવા નીરની આવક
આમોદ-જંબુસરમાંથી વહી રહી છે નદી
ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ
નદીની સપાટી 97 ફૂટ
ભયજનક સપાટી 101 ફૂટ નોંધાઇ
ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાંથી પાણીની સતત આવક થઈ રહી છે.
ચોમાસાના પ્રારંભે ઠેર ધોધમાર વરસાદ વરસતા નદી નાણા છલકાયા છે અને નવા નીરની આવક થઈ રહી છે ત્યારે ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી વહેતી ઢાઢર નદી બે કાંઠે થઈ છે.ઢાઢર નદીની સપાટી હાલ 97 ફૂટ નોંધાય છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે.
વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાંથી સતત પાણી આવતા નદીનું જળસ્તર વધી રહ્યું છે. નદીની આસપાસના ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને તુવેરના પાકની વાવણી કરી છે. ઢાઢર નદી તેની ભયજનક સપાટી વટાવે તો આસપાસના ખેતરોમાં વ્યાપક નુકસાનીની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.