અંકલેશ્વર : પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના મુખ્ય કાર્યાલય ખાતે દિવાળી પૂજન કરાયું

પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના કાર્યાલય ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાય, પ્રોલાઈફ કંપની-કનેક્ટ ગુજરાત કાર્યાલય ખાતે પૂજા યોજાય

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના કાર્યાલય ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવારોમાં લક્ષ્મીપૂજનનો અનેરો મહિમા રહ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલીની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે દીપોત્સવ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી પૂજન સહિત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીસાક્ષી જોલીકંપની ડિરેક્ટર અનુરીત જોલીયોગેશ પારિકડો. ખુશ્બુ પંડ્યાવી.કે.પટેલચંદ્રભાન ગુપ્તા સહિત મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જોકેદિવાળીના પર્વ નિમિત્તે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરવાનું અનેરું મહત્વ રહ્યું છેત્યારે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ હેક્ષોન આર્કેડ સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના મુખ્ય કાર્યાલય ખાતે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવી સરસ્વતી અને મહાલક્ષ્મી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના એમડી યોગેશ પારિકડો. ખુશ્બુ પંડ્યા, નીરવ પંચાલ, દિપક ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કનેક્ટ ગુજરાત પરિવારના સભ્યોએ પૂજન અર્ચનમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment