ભરૂચ જિલ્લાના નદી-દરિયા કિનારાના આ 27 વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ.!

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આવેલા 27 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ  ફરમાવવામાં આવ્યો છે.

Entry ban in these 27 areas of river-sea coast of Bharuch district.!
New Update
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આવેલા 27 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ  ફરમાવવામાં આવ્યો છે. 27 સ્થળોમાં નદી તેમજ દરિયા કિનારાના વિસ્તારનો સમાવેશ થાય છે જ્યાં ડૂબી જવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આથી કલેક્ટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ પ્રવેશવા બદલ જે તે વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે

અંકલેશ્વરમાં આવતા વિસ્તારો

  • અંકલેશ્વર ખાતેનાં નર્મદા નદીના કિનારે આવેલ જુના બોરભાઠા ગામ ઓવારા કાંઠે ખુલ્લી જગ્યા.
  • અંકલેશ્વર ખાતેનાં નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રીજ તથા ગોલ્ડન બ્રીજ નીચે આવેલ નર્મદા નદીની ખુલ્લી જગ્યા.
  • અંકલેશ્વર ખાતેનાં કોસમડી ગામમાં વોટર વર્કસની બાજુમાં આવેલ ગામ તળાવ.
  • અંકલેશ્વર ખાતેનાં કોસમડી ગામથી બાકરોલ જવાના રોડની બાજુમાં સિમાળા ઉપર આવેલ નાનું તળાવ
  • અંકલેશ્વર ખાતેનાં કોસમડી ગામથી બોરીદ્રા જવાના રોડની બાજુમાં સિમાળા ઉપર આવેલ નાનું તળાવ
  • અંકલેશ્વર ખાતેનાં ઉકાઈ જમણા કાંઠાની પીવાના પાણીની ખુલ્લી નહેર બાકરોલ તરફથી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. તળાવ તરફ જતી નહેર.
  • અંકલેશ્વર ખાતેનાં ભડકોદ્રા ગામની બાજુમાં આવેલ જી.આઈ.ડી.સી. તળાવ શાલીમાર હોટલની બાજુમાં વાલીયા રોડ
  • અંકલેશ્વર ખાતેનાં સમુધ્ધિ પાર્કની પાછળ આવેલ ભડકોદ્રા ગ્રામ પંચાયતનું નાનું તળાવ.
  • અંકલેશ્વર ખાતેનાં કોસમડી તરફથી ભડકોદ્રા તરફ થઇ આમલાખાડી તરફ જતી (કોતર) ખુલ્લી નહેર.
  • અંકલેશ્વર ખાતેનાં ઉકાઇ કેનાલ જમણા કાંઠા-જોગર્સ પાર્ક ગાર્ડન થી રાજપીપળા ચોકડી સુધી.
  • હાંસોટ ખાતેનાં વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓને વમલેશ્વર ઘાટ ખાતે ચોમાસા દરમ્યાન.
  • અંકલેશ્વર ખાતેનાં જીતાલી ગામમાં અયોધ્યાપુરમ રેસીડેન્સીની બાજુમાં આવેલ ગામ તળાવ.
  • અંકલેશ્વર ખાતેનાં જીતાલી ગામથી સેંગપુર જવાના રોડની બાજુમાં આવેલ આલીશાન સોસાયટી પાસે આવેલ નાનું તળાવ.
  • અંકલેશ્વર ખાતેનાં દઢાલ ગામથી ઉચ્છાલી ગામ જવાના રોડ પાસે આવેલ અમરાવતી ખાડી.

નેત્રંગ ઝઘડિયામાં આવતા વિસ્તારો

  • નેત્રંગ ખાતે આવેલ ધાણીખુંટ ગામમાં રંમપંમ ધોધ વાળી જગ્યા.
  • ઝગડીયા ખાતે આવેલ મઢીઘાટ આશ્રમ વાળી જગ્યા
  • ઝગડીયા ખાતે આવેલ લાડવા વડ.
  • ઝગડીયા ખાતે આવેલ દળિયા ગામમાં પ્રસિધ્ધ સ્થળ કડિયા ડુંગરની બાજુમાં આવેલ સરોવર.
  • રાજપારડી ખાતે આવેલ વઢવાણા ઘાટ, કૃષ્ણપરી ઘાટ, ભાલૌદ ઘાટ, ઓરપટાર ઘાટ.

ભરૂચમાં આવતા વિસ્તારો

  • ભરૂચ ખાતે આવેલ દશાશ્વમેધ ઓવારા ખાતે આવેલ નદી.
  • ભરૂચ ખાતે આવેલ નીલકંઠ મંદીર વાળી જગ્યા.
  • ભરૂચ ખાતે આવેલ ગાયત્રી મંદીર વાળી જગ્યામાં માછીમારી કરી ગુજરાન ચલાવતાં સ્થાનિક લોકો તેમજ ફરજ પર રોકાયેલ કર્મચારી સિવાય અન્ય કોઇપણ વ્યક્તિનાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.
  • ભરૂચ ખાતે આવેલ ભારેશ્વર મહાદેવ મંદીરનો ભાડભુત ઓવારા વાળી જગ્યામાં માછીમારી કરી ગુજરાન ચલાવતાં સ્થાનિક લોકો તેમજ ફરજ પર રોકાયેલ કર્મચારી સિવાય અન્ય કોઇપણ વ્યક્તિનાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.
  • ભરૂચ ખાતે આવેલ દશાન ઓવારા વાળી જગ્યામાં માછીમારી કરી ગુજરાન ચલાવતાં સ્થાનિક લોકો તેમજ ફરજ પર રોકાયેલ કર્મચારી સિવાય અન્ય કોઇપણ વ્યક્તિનાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.
  • નબીપુર પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલ કબીરવડ ખાતે આવેલ ઓવારા ખાતે તેમજ નર્મદા નદીના બન્ને કિનારાનાં વિસ્તાર વાળી જગ્યામાં માછીમારી કરી ગુજરાન ચલાવતાં સ્થાનિક લોકો તેમજ ફરજ પર રોકાયેલ કર્મચારી સિવાય અન્ય કોઇપણ વ્યક્તિનાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.

દહેજ જંબુસરમાં આવતા વિસ્તારો

  • દહેજ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલ અંભેટા,જાગેશ્વર, લુવારા,લખીગામ ના નર્મદા નદી તથા દરીયા કીનારાના કોસ્ટલ વિસ્તારમાં.
  • દહેજ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલ સુવા ઓવારા (સ્મશાન પાસે)સુવા, રહીયાદ, વેગણી કલાદરા ગામોમા આવેલ ઓવારામાં.
  • કાવી પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિરની આજુ બાજુના દરીયા કિનારામાં.
#Bharuch #Gujarat #CGNews #Ankleshwar #banned #Narmada River #Netrang
Here are a few more articles:
Read the Next Article