બન્ને તરફ પોલીસ પોઇન્ટ છતા પણ ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થાય છે ભારે વાહનો, જાહેરનામું માત્ર જાહેરાત પૂરતું જ !

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવા પર ભારે વાહનોના પ્રતિબંધ વચ્ચે ભારે વાહનો બેરોકટોક પણે પસાર થઈ રહ્યા છે જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે

a
New Update

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવા પર ભારે વાહનોના પ્રતિબંધ વચ્ચે ભારે વાહનો બેરોકટોક પણે પસાર થઈ રહ્યા છે જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોના બનાવ વધતા વહીવટી તંત્ર દ્વારા બ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ જાહેરનામુ માત્ર કાગળ પર જ મર્યાદિત રહી ગયું હોવાનું લાગી રહ્યું છે.નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનો અવારનવાર પસાર થઈ રહ્યા છે ત્યારે અકસ્માત થવાની ભિતી સેવાઈ રહી છે. બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં બે રોકટોક પણે ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થાય છે. રાત્રી દરમિયાન નાના વાહનોએ બ્રિજ પરથી સંભાળીને પસાર થવું પડશે કારણ કે અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી. નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો કડકપણે અમલ થાય તેવી લોકોમાં કરી રહ્યા છે

#Bharuch #CGNews #banned #Bharuch Police #viral video #Narmada Maiya Bridge #Running #heavy vehicle #over speed
Here are a few more articles:
Read the Next Article