-
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીનો બનાવ
-
નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં આગ
-
કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી
-
10 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
-
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગનો કોલ મળતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા કંપની કર્મચારીઓ જીવ બચાવી બહાર નીકળી ગયા હતા.ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
બનાવની જાણ થતાની સાથે જ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તંત્રની પ્રાથમિક તપાસમાં કંપનીના ડીહાઇડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ મટીરીયલ સ્ટોર અને પેકેજીંગ ડિપાર્ટમેન્ટમાં ફેલાઈ હતી અને ઇથાઈલ આલ્કોહોલના જથ્થામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.