અંકલેશ્વર : હાંસોટ રોડ આમલાખાડી પાસે વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ

અંકલેશ્વરના ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર આમલાખાડી પાસે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરમાં વિદેશી દારૂનો કરાયો નાશ

  • ચાર પોલીસ મથકમાં ઝડપાયો હતો દારૂ

  • 34 લાખના દારૂનો કરાયો નાશ

  • રોડ રોલર ફેરવીને બોટલોનો નાશ કર્યો

  • 126 ગુનામાં 21 હજારથી વધુ બોટલો કરાઇ હતી જપ્ત 

અંકલેશ્વર ડિવિઝનના ચાર પોલીસ મથકમાં 126 પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા 34 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર શહેર અને ડિવિઝન ,રૂરલ અને જીઆઇડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આમલાખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાનાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા,મામલતદાર કરણસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.આ દારૂનો નાશ સમયે નશાબંધી અધિકારી એ.બી.ગણાવા સહિત ચાર પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories