અંકલેશ્વર: ઠંડી વધતા તસ્કરોનો પોલીસને પડકાર, મીરા નગરમાં કરીયાણાની દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી

તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • ચોરીના બનાવોમાં વધારો

  • મીરાનગર સ્થિત કરીયાણાની દુકાનને બનાવી નિશાન

  • દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદિપ કોમ્પલેક્ષમાં કરીયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 
અંકલેશ્વરના અંદાડા ગામની સ્વાગત રેસીડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદિપ કોમ્પલેક્ષમાં કરીયાણાની દુકાન ચલાવે છે.જેઓ ગતરોજ રાતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી.
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે.ત્યારે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેક્યો છે.