ભરૂચ જીલ્લામાં ચોરની અફવા વચ્ચે હુમલા તેમજ લૂંટની ઘટનાઓ પોલીસ માટે પડકાર સાબિત થઈ..!

ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે

New Update

ચોર આવતા હોવાના થતાં ખોટા વાયરલ મેસેજ

વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ

અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર થતાં હુમલા

હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં સતત વધારો

આ ઘટનાઓ પોલીસ તંત્ર માટે પડકાર સાબિત થઈ

ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફઅફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છેત્યારે આ ઘટનાઓ પોલીસ તંત્ર માટે પડકાર સાબિત થઈ રહી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તેમજ અન્ય તાલુકામાં ચોર આવે છેદરવાજા ખખડાવે છેઅને મકાનો પર પથ્થરો મારે છે” સહિતના બનાવો કેટલાક ગામે બન્યા છે. જેથી લોકોના ઉજાગરા વધ્યા છે. જેને લઇ જિલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા તમામ અફવાઓ હોવાનું જણાવી જનતાને આવી અફવાઓમાં ન આવી ખોટા મેસેજ વાયરલ નહીં કરવા અપીલ કરી છે. આ અફવા છે કેહકીકત તે પણ એક તપાસનો વિષય બન્યો છે. જે પોલીસની સઘન તપાસ બાદ જ માલુમ પડશે. પરંતુ ચોરના ખોફ વચ્ચે ઝઘડીયા તાલુકાના કરાડ તેમજ બોરિદ્રા નજીક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. જેને લઇ તાલુકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફવાલિયામાં નોકરીએ જતા યુવાન પર ચોર સમજી હુમલો થયો હતો. નેત્રંગમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર ચોર સમજીને હુમલો કરાયો હતો. ભરૂચમાં પણ સાધુઓને ચોર સમજી માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. તેવામાં ગત રાત્રિ દરમિયાન ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે યુવાન પર કોઈ અજાણ્યા હુમલાખોરો હુમલો કરી ફરાર થયા હોવાની વાતો પ્રકાશમાં આવી છે. જે બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતુંઅને ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી. જોકેઆ બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ નહીં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ બનાવની હકીકત શું છેખરેખર આ યુવાન પર કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કેપછી કોઈ અંગત અદાવતના કારણે હુમલો થયો છે. કોણે હુમલો કર્યો અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે તો હવે પોલીસ તપાસ બાદજ બહાર આવશે. પરંતુ તાલુકા તેમજ જિલ્લામાં બની રહેલા હુમલા અને લૂંટના બનાવો હાલ તો પોલીસ માટે એક પડકારરૂપ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મામલે અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝાએ જણાવ્યુ હતું કેછેલ્લા ઘણા દિવસોથી પંથકમાં તસ્કરો આવી લોકોના હાથ-પગ કાપી દાગીનાની લૂંટ ચલાવવામાં આવતી હોવાની અફવાઓ સામે આવી રહી છેત્યારે પોલીસ તંત્રએ આ મામલે નાઈટ પેટ્રોલીંગમાં વધારો કર્યો છે. આ સાથે જ અફવાઓથી દોરાઈ કોઈએ પણ કાયદો હાથમાં લેવો નહીં તેમજ પોલીસ તંત્રને સાથ સહકાર આપવા અંકલેશ્વર ડીવાયએસપી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Latest Stories