New Update
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જંબુસરના પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાનમીયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે સિનિયર સિટીઝન ગૃપના પ્રમુખ જીતસિંહ મકવાણા, સમાજ સેવક ચંદ્રકાંત જંબુસરીયા,હર્ષદ અર્ધવ્યુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી રણછોડ પઢીયારે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ સમગ્ર આયોજન પોલીસ પ્રતિનિધિ રાકેશ પટણીના સહયોગથી નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે કર્યું હતું અને જંબુસર પોલીસ પરિવારનો આભાર માન્યો હતો.