New Update
/connect-gujarat/media/media_files/TseAnsrrRjN5TPikLHIs.png)
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ચાર રસ્તા પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર એક કપિરાજ ચઢી ગયો હતો,અને વીજ કરંટનો ભોગ બન્યો હતો.
આમોદ ચાર રસ્તા પર આવેલા બરફના કારખાના પાસે વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપરના વીજ તારને અડી જતાં આજે એક કપિરાજને વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો. કપિરાજને પેટના ભાગે કરંટ લાગતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો. અને તે વીજ તાર ઉપર થી છૂટીને વીજ ટ્રાન્સફોર્મર ઉપર પડ્યો હતો. કપિરાજને કરંટ લાગતા તે કણસતો હતો ત્યારે સ્થાનિકોની નજર પડતા તેમણે જીવદયા દાખવી વાંસની મદદથી કપિરાજને નીચે પાડયો હતો.અને તેનો જીવ બચાવ્યો હતો.ત્યાર બાદ કણસતા કપિરાજ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.અને કપિરાજ સ્વસ્થ થતાં ત્યાંથી દોડીને રવાના થઇ ગયો હતો.