અંકલેશ્વર- હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક !

ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે

New Update
hansot rainfall

અંકલેશ્વર અને હાસોટ પંથકમાં જન્માષ્ટમીની રાત્રીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. બીજી તરફ આજે સવારથી પણ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે. જોકે ધીમીધારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણ પ્રફુલિત થયું છે. હાંસોટના ઈલાવ,સાહોલ, સુણેવ તેમજ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

Latest Stories