ભરૂચ: તવરાની શ્રી નિવાસ સોસા.માં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, વીજ કર્મચારીઓએ ચાલતી પકડી

તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરી ચાલતી પકડી

New Update
  • ભરૂચના તવરા ગામનો બનાવ

  • શ્રીનિવાસ સોસા.માં વિરોધ

  • સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો

  • વીજ કંપનીના કર્મચારીઓએ ચાલતી પકડી

ભરૂચના તવરા વિસ્તારની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેના પગલે વીજ કંપનીના અધિકારીઓએ કામગીરી બંધ કરી ચાલતી પકડી હતી.
ભરૂચ શહેરના તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે આજે સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી અટકાવીને પાછા વળ્યા હતા.સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વિના સીધા જ નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે.
મીટરના ખર્ચ, બિલિંગ સિસ્ટમ, તેમજ તેની કાર્યપ્રણાલી અંગે તેમને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. જેના કારણે લોકોમાં અસંતોષ અને આશંકા ફેલાઈ છે.રહેવાસીઓએ ચેતવણી આપી છે કે, જો તેમની માગણીઓને ગંભીરતાથી ન લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર વિરોધ કરવામાં આવશે. 
Latest Stories