ભરૂચ- અંકલેશ્વરમાં મહા સુદ સાતમ- નર્મદા જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • આજે મહાસુદ સાતમ

  • નર્મદા જયંતિની ઉજવણી

  • ભરૂચ- અંકલેશ્વરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

  • નર્મદા માતાજી પર દુધનો અભિષેક કરાયો

  • અંકલેશ્વરમાં નવચંડી યજ્ઞનું આયોજન

Advertisment
આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
વિશ્વની પ્રથમ એક એવી નર્મદા નદી છે કે, જેનાં દર્શન માત્રથી પાપ મુક્ત થવાય છે, ત્યારે આજરોજ મહા સુદ સાતમ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માતા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દસાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ નર્મદા માતાના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જયંતિની ઉજવણીના ભાગરૂપે નર્મદા માતાની પ્રતિમાને જળાભિષેક, દુગ્ધાભિષેક, પૂજન-અર્ચન, સાડી અર્પણ, મહાઆરતી, મહાયજ્ઞ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. માતાજી પર અભિષેક કરેલ દૂધને ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલિલા મા નર્મદા નદીનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે અંકલેશ્વરમાં હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Latest Stories