ભરૂચ: જંબુસર તાલુકાના ઉબેર ગામમાં પૂરના પાણીમાં તણાતા 100 થી વધુ પશુઓના મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા,

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય પશુઓ પાણીમાં તણાઈ જતા પશુપાલકોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં પૂરના પાણી થી  સર્જાયેલી તારાજી ની દર્દનાક ઘટના સામે આવી હતી.જેમાં 100 થી વધુ પશુઓના પૂરના પાણીમાં તણાઈ જવાના કારણે મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય પ્રાણીઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતા પશુપાલકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.સર્જાયેલી ઘટનામાં ભરવાડ સમાજના 30 થી વધુ પરિવારોએ પોતાના ઢોર પૂર પ્રકોપમાં ગુમાવ્યા હતા.ભરવાડ અને કચ્છી સમાજના લોકો આ વિસ્તારમાં વધુ રહે છે,અને પશુપાલનનું કામ કરે છે.પરંતુ અચાનક સર્જાયેલી ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિમાં પાણી ભરાવાના કારણે અબોલ જીવો મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડી આવીને પશુપાલકોની વ્હારે આવ્યું હતું.
#died #Cattles #CGNews #Dhadhar river #Water Floods #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article