New Update
/connect-gujarat/media/media_files/2024/10/26/5nHSfxKEkqaUvyAcoMPU.jpg)
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ઝઘડિયાને જોડતા માર્ગ ઉપર ઉડતી ધૂળને પગલે વાહન ચાલકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરથી ઝઘડિયા થઇ રાજપીપળાને જોડતા માર્ગ ઉપર બિસ્માર રોડને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.હાલ આ માર્ગ ઉપર ઉડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ધૂળને પગલે લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની અસરની બુમો ઉઠી છે.
તેવામાં તંત્ર દ્વારા તહેવાર ટાળે ઉડતી ધૂળ સામે રક્ષણ માટે પાણીનો છંટકાવ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. સ્ટેટ હાઇવેના રીપેરીંગ પાછળ જ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. રસ્તો નવો બનાવવામાં થઇ રહેલાં વિલંબથી વાહનચાલકો હાલાકી વેઠી રહયાં છે.
રસ્તા પર પડેલા ખાડાઓમાં મેટલનાંખવામાં આવે છે પણ વરસાદ પડતાંની સાથે મેટલ બહાર આવી જતાં ફરી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે.આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી સહિતના આક્ષેપ વાહનચાલકો કરી રહ્યા છે..