સાંસદ મનસુખ વસાવાની પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે બેઠક યોજાય, વંદેભારત ટ્રેનને ભરૂચ સ્ટોપેજ આપવા માંગ

ભરૂચ અને નર્મદા જિલ્લાના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવા દ્વારા વંદેભારત એક્સપ્રેસને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા માટે રજુઆત કરવામાં આવી હતી.

New Update
IMG-20251121-WA0177

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સાથે  સાંસદ સભ્યોની રેલ્વેને લગતા પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ખાતે યોજાય હતી.

આ બેઠકમાં ભરૂચના સાંસદ  મનસુખ વસાવા દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લાના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવા દ્વારા વંદેભારત એક્સપ્રેસને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા માટે રજુઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત સૂર્યનગરી એક્સપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ને પણ ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા માટે   રજુઆત કરવામાં આવી હતી.સાંસદ  દ્વારા સુરતથી ભરૂચ ખાતે અપ - ડાઉન કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓની સુવિધા માટે રોજ સાંજે ૬ વાગ્યા થી ૯ વાગ્યાની વચ્ચે રેગ્યુલર ટ્રેન ફાળવવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત રેલવે સ્ટેશન પર વિકાસના વિવિધ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા રજુઆત કરાય હતી
Latest Stories