New Update
-
ભરૂચનો ચકચારી દુષ્કર્મ કેસ
-
10 વર્ષીય બાળકીનું મોત
-
7 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું
-
વડોદરાની સયાજી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
-
નરાધમ આરોપી પોલીસના વધુ 7 દિવસના રીમાન્ડ
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં માસુમ બાળકી સાત દિવસ બાદ જિંદગી સામે જંગ હારી ગઈ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે સાંજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા તો બીજી તરફ કોર્ટે નરાધમ આરોપીના વધુ સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે
ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 10-10 ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી પરંતુ અંતે આ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ છે.આજે સાંજે તેણે વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.નરાધમ આરોપી વિજય પાસવાને બાળકી પર તારીખ 16 ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું ત્યારથી જ બાળકીની હાલત ગંભીર હતી.બાળકીનો જીવ બચે એ માટે દુઆ પ્રાર્થના પણ કરવામાં આવી હતી જો કે હેવાનીયત સામે બાળકી જિંદગીનો જંગ હારી ગઈ છે.
આ તરફ નરાધમ આરોપી વિજય પાસવાનના આજરોજ પાંચ દિવસના રીમાન્ડ પૂર્ણ થતા તેને પોલીસે અંકલેશ્વરના એડિશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ જજની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી તેની સામે પોલીસ કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ સમગ્ર પ્રકરણમાં કોર્ટ આરોપીનો પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવશે.આ સાથે જ બાળકીને ઈજા પહોંચાડવા માટે લોખંડના સળિયા ઉપરાંત તીક્ષણ હથિયારનો પણ ઉપયોગ કરાયો હોવાની શંકા સેવાઈ રહી છે.તો સાથે જ દુષ્કર્મ બાદ ઉપયોગમાં લેવાયેલ સળિયો પોલીસે રિકવર કરવાનો બાકી છે.
Latest Stories