ભરૂચ: નેત્રંગમાં ચોર સમજી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મરાયો માર

ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો

New Update

ભરૂચમાં અફવા બજાર ગરમ

ચોર ટોળકી અંગે વાયરલ થયા છે મેસેજ

નેત્રંગમાં ચોર સમજી અધિકારીઓને માર મરાયો

ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ નીકળ્યા હતા ચેકીંગમાં

મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઇ

ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો

સુરત જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન, વહન સંગ્રહ જેવી પ્રવૃતિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા .ઝઘડિયા જીઆઇડીસીથી ધારોલી થઈ ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અસનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેને ઓળખાણ આપી,આઈકાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલા હોવા છતાં પણ ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું.લોકોના ટોળાએ અધિકારીઓ સાથે ટપલી દાવ પણ કર્યો હતો.અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ હોવાનો ખુલાસો થયો હતો.આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પંકજ આર વસાવા, પંકજ એ વસાવા,જીગ્નેશ એમ વસાવા અને વિપુલ એમ વસાવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories