અંકલેશ્વર: પાનોલી GIDCમાં બાઇકની અડફેટે રાહદારી યુવાનનું કરુણ મોત

અંકલેશ્વરની પાનોલી GIDCની હાઈકલ કંપની પાસે નોકરી પરથી ઘરે જતાં રાહદારીને બાઇક સવારે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું

New Update

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.ની હાઈકલ કંપની પાસે નોકરી પરથી ઘરે જતાં રાહદારીને બાઇક સવારે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું

મૂળ રાજસ્થાન અને હાલ અંકલેશ્વરના સંજાલી ગામના મહારાજા નગરમાં રહેતા 35 વર્ષીય ભગુ ભૂમિ અહારી ગતરોજ સવારે 8:30 કલાકે કંપની પરથી છૂટી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન પાનોલી જી.આઈ.ડી.સી.ની હાઈકલ કંપની પાસે પુરપાટ ઝડપે દોડતી અજાણ્યા બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે ગંભીર ઇજાઓ પહોંચતા ભગુ અહારીને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન  તેનું કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Gujarat #CGNews #Ankleshwar #died #Panoli #killed #bike accident #pedestrian
Here are a few more articles:
Read the Next Article