ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી
ભરૂચ કિશાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ 45 ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.બૌડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બોડાની આઠ કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ 1970થી થતો આવ્યો છે. જ્યારે આઠ કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહિવત છે એટલે કે બિલકુલ ઓછો છે. 10% થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે.બૌડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે જેના કારણે બૌડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ભરૂચમાં સમાવેલ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને આઠ કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરી હતી સાથે જ પુર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવાની પણ માંગ કરવામાં આવી હતી