ભરૂચ- અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઇવેનો પોર્શન શરૂ, સુરત જવા પુનગામ નજીકના ડાયવર્ઝનનો કરવાનો રહેશે ઉપયોગ

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.

New Update
  • ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થયો માર્ગ

  • એક્સપ્રેસ હાઇવેનો માર્ગ શરૂ થયો

  • વાહનચાલકોને થશે રાહત

  • પુનગામ નજીકના ડાયવર્ઝનનો કરવાનો રહેશે ઉપયોગ

  • ભરૂચ શહેરના ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.એક્સપ્રેસ હાઇવે પર જતાં વાહનચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે.
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઇવેનો પોર્શન બિન સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે.
ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યાર બાદ પુન ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર- હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ છે. એજ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે. હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિ મહદઅંશે કાબુમાં આવશે.
Latest Stories