ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સરકારી વિભાગો બાદ હવે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારએ ભરડો લીધો હોય તેવો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો છે. ચકચારી બનાવની વિગતો અનુસાર, ભરૂચના એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો, અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ ગઈ હતી. આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે કોર્ટમાં પેક્ટિસ કરતા ખાનગી વકીલે ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણા પેટે રૂ. 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, તારે હાલ તો અમદાવાદ ACB દ્વારા લાંચિયા વકીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.