New Update
અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ખરાબ રસ્તા સહિતના મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન
ન.પા.અને તા.પં પાસે સરકાર વિરોધી કર્યા સુત્રોચ્ચાર
યુવા કોંગ્રેસના સરકારી તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ
શહેર પોલીસે કરી કોંગી કાર્યકર્તાઓની અટકાયત
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખરાબ રસ્તા,ગંદકી તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,જોકે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
અંકલેશ્વર હાંસોટ યુથ કોંગ્રેસ દ્વારા શહેર અને તાલુકાના રસ્તાઓની બિસ્માર હાલત તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ સામે સુવિધા આપવામાં તંત્ર સાવ ખાડે ગયું હોવાના
આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,અને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા,શહેરના નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની કચેરી પાસે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,અને ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, ગુજરાત યુવા કોંગ્રેસ આઉટરીચના સેક્રેટરી અને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા,ઇકબાલ ગોરી,ભારત પટેલ સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories