અંકલેશ્વરના ચૌટાનાકા પાસે સર્કલ બનાવવાની પાલિકાની યોજના સામે ઉઠ્યો વિરોધનો સુર

અંકલેશ્વર શહેર તેના પૌરાણિક માહાત્મ્યથી પણ ઓળખાય છે,જોકે પાલિકા તંત્ર દ્વારા વિવિધ સમાજના જાહેર માર્ગો પર સર્કલ ઉભા કરીને શહેરની ઓળખ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.

New Update
a

અંકલેશ્વર શહેર તેના પૌરાણિક માહાત્મ્યથી પણ ઓળખાય છે,જોકે પાલિકા તંત્ર દ્વારા વિવિધ સમાજના જાહેર માર્ગો પર સર્કલ ઉભા કરીને શહેરની ઓળખ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા બોર્ડ મિટિંગમાં ચૌટાનાકા પાસે મહારાણા પ્રતાપનું સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી,જેનો વિરોધનો સુર શહેરીજનોમાં ઉઠવા પામ્યો છે,અને તેના સ્થાને માર્કંડેશ્વર મહાદેવ સર્કલ બનાવીને તેમાં ત્રિશૂળ અને ડમરુ સ્થાપિત કરવાની માંગ ઉઠવા પામી છે.

Advertisment

સર્કલ બનાવવાની પાલિકાની યોજના સામે ઉઠ્યો વિરોધનો સુર

અંકલેશ્વર શહેર કે જે એક સમયે ધૂળિયું નગર તરીકે ઓળખાતું હતું.જોકે સમયની પસાર થતી અવધિ સાથે શહેરના રંગરૂપમાં પણ બદલાવ આવ્યો છે,જોકે શહેરમાં દિનપ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા પણ શિરદર્દ સમાન બની ગઈ છે,તો બીજી તરફ ટ્રાફિક નિયંત્રણ માટે પાલિકાતંત્ર દ્વારા પણ કોઈ ઠોસ આયોજન ન કરીને જુદાજુદા માર્ગ પર સર્કલ બનાવવામાં આવ્યા છે,જેમાં ત્રણ રસ્તા પાસે રાજસ્થાન સમાજના ખેતેશ્વર સર્કલ,જીનવાલા સ્કુલ પાસે ખાનગી કંપની દ્વારા સર્કલ બનાવવામાં આવ્યું છે.જ્યારે ભરૂચનાકા પાસે આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું છે,ત્યારે તાજેતરમાં નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા ચૌટાનાકા પાસે રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપનું સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી,જે બાબતનો વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.અને જુદાજુદા સમાજના નામે સર્કલ બનાવીને શહેરની મૂળ ઓળખ ભૂંસવાનો પ્રયાસ પાલિકાના તાંત્રિકો દ્વારા કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠવા પામી છે.  

અંકલેશ્વર ચૌટાબજાર સ્થિતના માર્કંડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નગરપાલિકા પ્રમુખને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે કે અંકલેશ્વર શહેરમાં ચૌટાબજાર સ્થિત પૌરાણિક માર્કંડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.આ મંદિરની ગાથાઓ પૌરાણિક વેદોમાં પણ વર્ણન કરવામાં આવેલ છે અને આ મંદિર અંકલેશ્વર શહેરનું સન્માનીય પવિત્ર સ્થળ છેજ્યાં અંકલેશ્વર શહેરની પ્રજા આ મંદિરની વર્ષોથી ભાવ ભક્તિ કરી રહી છે.

હાલમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચૌટાનાકા પાસે સર્કલ બનાવવાનું આયોજન થઈ રહ્યું છેત્યારે અમારી માંગણી છે કે આ સર્કલમાં ભગવાન શિવજીનું ત્રિશૂળ અને ડમરુ સ્થાપિત કરીને આ સર્કલને માર્કંડેશ્વર મહાદેવ સર્કલ નામ આપવા માટેની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરનું ચૌટાનાકા વિસ્તાર પર દિવસભર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે,ત્યારે શું સર્કલ બનાવી દેવાથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી જશે?તે પ્રશ્ન પણ નગરજનોમાં ઉઠવા પામ્યો છે,તેથી પ્રથમ નાગરિકોને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે પાલિકાતંત્ર પહેલા ઠોસ નિર્ણય લે અને ત્યારબાદ દરેક સમાજને ખુશ રાખવાના આયોજનો કરે તેવી લાગણી પણ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.

 

Latest Stories