ભરૂચ : વોર્ડ નં. 8: ન્યુ આનંદ નગરથી આલી તળાવ સુધીનો રસ્તો બન્યો બિસ્માર,નાળુ તૂટતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી

ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખુબ જ મુશ્કેલરૂપ બની ગયું છે.

New Update
  • વોર્ડ નં.8માં સુવિધાનો અભાવ

  • બિસ્માર રસ્તાથી સ્થાનિકો પરેશાન

  • રસ્તા પરનું નાળુ પણ બન્યું ખખડધજ

  • લોકોએ માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

  • પાલિકા તંત્ર પાસે સારા રસ્તાની ઉઠી માંગ 

ભરૂચ શહેરના વોર્ડ નં.8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતા રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે.રસ્તાઓ પર ઠેરઠેર ખાડાઓતૂટેલા નાળા અને ગંદકીથી સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખુબ જ મુશ્કેલરૂપ બની ગયું છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ ન્યુ આનંદ નગરથી આલી તળાવ અને પાંચબત્તી સુધીનો શોર્ટકટ છેજેનો વર્ષોથી ઉપયોગ થાય છે. 2013-14માં પાલિકા દ્વારા લોકોના સુખાકારી માટે શોર્ટકટ રસ્તા તરીકે  ખાડી પર બે લાખના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું. પરંતુ સમયાંતરે જાળવણી ન થવાથી આજે નાળું બેસી જવા પામ્યું છે. સાથે સાથે વિસ્તારમાં રસ્તા પર ખાડા પડી જતા જેમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાનો ભય છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તેઓએ વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી હતીપરંતુ  કોઈ પગલાં લેવાયા નથી. રહેવાસીઓ પાલિકા તંત્ર પાસે નાળું અને રસ્તાની મરામત કરીને સારો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Latest Stories