અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભામાં આઇકોનીક રોડ અને શૌચાલય કૌભાંડ અંગે વિપક્ષનો વિરોધ

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી

New Update
  • અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી

  • પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને આયોજન

  • વિકાસના વિવિધ કામોને મંજૂરી

  • વિપક્ષનો વિવિધ મુદ્દે વિરોધ

  • શૌચાલય કૌભાંડનો મુદ્દો પણ ઉઠ્યો

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાય હતી જેમાં અંદાજે ૩૦ કરોડના ખર્ચે ૩૨ જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી.જોકે વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ નોંધાવ્યો હતો
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમ્યાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઇ હતી.ઝીરો અવર્સ દરમ્યાન વિપક્ષી સભ્યો રફીક ઝગડીયાવાળા તેમજ જહાંગીર ખાન પઠાણે આયકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગેરરીતિ તેમજ ઇજારેદાર દ્વારા કામમાં વેઠ ઉતારી હોય તેના ફાયનલ બિલના ચુકવણા ઉપર રોક લગાવવાની માંગ જોરશોરથી ઉઠાવી હતી.આ ઉપરાંત વિવિધ વોર્ડમાં થઇ રહેલા રોડ રસ્તા બ્લોક તેમજ ડ્રેનેજના કામોમાં થતા વિલંબ તેમજ ગુણવતા અંગે પણ વિપક્ષના સભ્યોએ પ્રશ્નાર્થો ખડા કર્યા હતા અને શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી હતી.
તો તાજેતરમાં ખુબ ચગેલા શૌચાલય કૌભાંડ અંગે પણ વિપક્ષે ઉંધો બોલ નાંખી શાસક પક્ષના સભ્યો જ પોતાના પક્ષના એક સમયના નગરસેવક માથે દોષનો ટોપલો નાંખવાની કોશિષ કરી રહ્યા હોવાનુ જણાવી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી.
આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો તેમજ સ્વચ્છતા અંગે ખાનગી એજેન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી
Latest Stories