અંકલેશ્વર- હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ પુન: વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાન

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં  વાદળો છવાયેલા રહ્યા હતા

New Update
rnss

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે.

સવારથી જ આકાશમાં  વાદળો છવાયેલા રહ્યા હતા અને બાદમાં ધીમે ધીમે વરસાદ વરસતા વાતાવરણમાં  ઠંડકભર્યું મોજું જોવા મળ્યું હતું. કમોસમી વરસાદ ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની રહ્યો છે. અંકલેશ્વર, હાંસોટ અને આસપાસના વિસ્તારોમાં કપાસ તથા ડાંગર સહિતના ઉભા પાકોને આ વરસાદથી વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાંથી કપાસની ગુણવત્તા પર અસર થવાના અહેવાલ મળી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી સારું હવામાન ચાલી રહ્યું હતું, પરંતુ આ અચાનક વરસાદે તેમના મહેનતના પાક પર પાણી ફેરવી દીધું છે. હવે આગામી કેટલાક દિવસોમાં હવામાન કેવી રીતે રહે છે તેના પર ખેતીના ભવિષ્યનો નિર્ણય નિર્ભર રહેશે.
Latest Stories